20 ઝૂંપડાઓ હટાવી દેવાયા, 60 જેટલા ઝૂંપડાઓને બે દિવસનો સમય અપાયોહળવદ : હળવદમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ડીમોલેશન સામે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરતા ડીમોલેશન 20 ઝૂંપડાઓ હટાવ્યા બાદ ડીમોલેશન મોકૂફ રાખવામાં આવ્યુ છે. જો કે હવે ચીફ ઓફિસર દ્વારા પ્રાંત અધિકારી પાસેથી સમય માંગવામાં આવ્યો છે. અંદાજે બે દિવસમાં ફરી ડીમોલેશન શરૂ થાય તેવું જાણવા મળી રહ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર હળવદની હરીદર્શન ચોકડી નજીક ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો છે. જેમાં 80 જેટલા ઝૂંપડાઓ છે. આ વિસ્તાર તળાવની બાજુમાં આવેલો હોય, ચોમાસામાં ત્યાં પાણી પણ આવતું હોય છે. તેવામાં આ ઝૂંપડાઓનું ડીમોલેશન કરવા પાલિકાની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. 20 જેટલા ઝૂંપડાઓ હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે 60 જેટલા ઝૂંપડાઓનું ડીમોલેશન મોકૂફ રાખી દેવામાં આવ્યું હતું. હવે ચીફ ઓફિસર દ્વારા પ્રાંત અધિકારી પાસે સમય માંગવામાં આવ્યો છે. બે દિવસ બાદ ફરી ડીમોલેશન કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.