ચીફ ઓફિસરને ધ્યાને આવતા તુરંત રાષ્ટ્ધ્વજ બદલવાની કાર્યવાહી હાથ ધરીમોરબી : મોરબીના ઉમિયા સર્કલે ફરકતો રાષ્ટ્ધ્વજ ફરી ક્ષતિગ્રસ્ત થયો છે. છેલ્લા થોડા સમયમાં આ રાષ્ટ્ધ્વજ ત્રીજી વખત ફાટી ગયો છે. આ રાષ્ટ્ધ્વજ ક્ષતિગ્રસ્ત થયાની જાણ થતાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે આ રાષ્ટ્ધ્વજ બદલવાની કાર્યવાહી હાથ ધરી છે.મોરબીના ઉમિયા સર્કલે દેશની આન બાન અને શાનના પ્રતીક 108 ફૂટ ઉંચો રાષ્ટ્ધ્વજ ફરી ક્ષતિગ્રસ્ત થયો છે. આ રાષ્ટ્ધ્વજમાં કેસરી કલરનો હોય ત્યાંથી ફાટી ગયો છે. જો કે હમણાં ને હમણાં આ રાષ્ટ્ધ્વજ ત્રીજી વખત ક્ષતિગ્રસ્ત થયો છે. દરેક વખતે રાષ્ટ્ધ્વજ નગરપાલિકા દ્વારા ફરી બદલવામાં આવે છે. પણ પવનને કારણે સતત ફરકતો હોય આ રાષ્ટ્ધ્વજ ક્ષતિગ્રસ્ત થાય છે. ત્યારે ફરી આ રાષ્ટ્ધ્વજ ક્ષતિગ્રસ્ત થયાની જાણ થતાં નગરપાલિકાના ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ રાષ્ટ્ધ્વજ બદલવાની કાર્યવાહી હાથ ધરી છે.