માત્ર અરજન્ટ કામગીરી માટે જ કોર્ટ કેમ્પસમાં પ્રવેશ : બાર એસો.નો નિર્ણય મોરબી : મોરબી બાર એસોસિએશને કોરોનાના વધતા જતા કેસને પગલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે મુજબ આવતીકાલે શુક્રવારથી તા.30 સુધી વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાના છે. માત્રને માત્ર અરજન્ટ કામગીરી માટે જ વકીલો કોર્ટ કેમ્પસમાં પ્રવેશસે. મોરબી બાર એસો.એ ઠરાવમાં જણાવ્યું છે કે કોરોનાનું સંક્રમણ અટકાવવા તા.16થી 30 સુધજ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે. બધા વકીલોને અનુરોધ કરવામાં આવે છે કે પોતાના પક્ષકારોને બિનજરૂરી ન બોલાવવા તેમજ અરજન્ટ કામગીરી સિવાય બીજા કાર્યોથી અળગા રહી કોર્ટ કામકાજ પયરૂ કરી કોર્ટ કેમ્પસ છોડી દયે. વધુમાં જણાવાયુ છે કે નામદાર કોર્ટોને પણ વિનંતી કરવામાં આવે છે કે તા.16થી 30 સુધી વકીલોની ગેરહાજરી દરગુજર કરી આગળની કાનૂની કાર્યવાહી જે તે સ્ટેજે રાખવામાં આવે. વકીલો તેમજ પક્ષકારોની ગેરહાજરીમાં કોઈ કેસનો નિકાલ ન કરવા તેમજ ક્રિમિનલ કેસોમાં પક્ષકારો સામે વોરંટ જ કાઢવા અને દિવાની દાવાઓમાં યથાવત સ્થિતિ જાળવી રાખવા વિનંતી કરવામા આવે છે. માત્ર અરજન્ટ અને યુટીપી કાર્યવાહી જ શરૂ રહેશે.