માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદ્દલ 16 જેટલા રીક્ષાચાલકો, દુકાનદારો અને રેકડીધારકો પોલીસને ઝપટે મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ટાળવા માટે રાત્રી કર્ફ્યુ અને કોવિડની ગાઈડલાઈન અમલમાં હોવા છતાં કેટલાક લોકો લાપરવાહ બનીને બેફામ બનતા હોવાથી પોલીસે આવા લોકો સામે સતત કાર્યવાહી ચાલુ રાખી છે. જેમાં મોરબી જિલ્લામાં બુધવારે પોલીસે કર્ફ્યુ અને કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરનાર 38 સામે કાર્યવાહી કરી હતી. જેમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદ્દલ 16 જેટલા રીક્ષાચાલકો, દુકાનદારો અને રેકડીધારકો પોલીસને ઝપટે ચડી ગયા હતા. મોરબીમાં જાહેર માર્ગો ઉપર લટાર મારવા નીકળીને રાત્રી કરફ્યુનો ભંગ કરતા 4 લોકો, કરફ્યુમાં દુકાન ખુલ્લી રાખનાર વેપારી, નિયમ કરતા વધુ મુસાફરો બેસાડીને માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 10 જેટલા રીક્ષા ચાલકો, માસ્ક વગર નીકળેલા 5 લોકો, હળવદમાં નિયમ કરતા વધુ મુસાફરો બેસાડીને માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર એક રીક્ષાચાલક, માળીયા (મી.) માં નિયમ કરતા વધુ મુસાફરો બેસાડીને માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર રીક્ષાચાલક તેમજ બોલેરો પીકઅપ ગાડીના ચાલક અને શાકભાજીની દુકાનના માલિક, ટંકારામાં નિયમ કરતા વધુ મુસાફરો બેસાડીને માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 4 રીક્ષાચાલકો, એક બાઈકચાલક, વાંકાનેરમાં વધુ ભીડ એકત્ર કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર એક દુકાનદાર, પાથરણાવાળો, સોના-ચાંદીની દુકાનના માલિક તરબૂચના થડાવાળો તેમજ માસ્ક વગર જાહેરમાં નીકળેલા 4 લોકો સહિત જિલ્લામાં 38 સામે ગુન્હાઓ નોંધીને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.