કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા 8 ધંધાર્થીઓ સામે કાર્યવાહી મોરબી : મોરબી જિલ્લામાં કોરીનાની પરિસ્થિતિ સાવ હળવી બની હોય પણ સાવચેતી ખાતર પોલીસે સરકારના કોવિડ અંગેના જાહેરનામાનો કડક અમલ ચાલુ રાખ્યો છે. જેમાં પોલીસે સોમવારે 24 કલાક દરમિયાન મોરબી જિલ્લામાં કોવિડના જાહેરનામાનો ભંગ કરતા 23 સામે કાર્યવાહી કરી હતી. જેમાંથી કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા 8 ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબીમાં સોમવારે રાત્રી કફર્યુ દરમિયાન ખોટી રીતે આંટાફેરા કરતા એક રીક્ષા ચાલક સહિત ત્રણ લોકો, જાહેરમાં માસ્ક વગર નીકળેલા 2, સાંજે 7 વાગ્યા પછી પાન-બીડીની લારી ખુલ્લી રાખી ધંધો કરતા વેપારી, નિયમ કરતા વધુ મુસાફરો ભરીને માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 રીક્ષાચાલકો, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરીને માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 રીક્ષાચાલકો, 1 ઇકો કારચાલક, વેપારના સ્થળે માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા પાન-માવાની દુકાનના માલિક, માસ્ક વગર જાહેરમાં નીકળેલા 1 તેમજ માળીયા અને હળવદ અને ટંકારા પંથકમાં કોરોના વેકસીન કે આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા 5 રીક્ષાચાલકો, 3 દુકાનદારો સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.