RTPCR રિપોર્ટ વગર ધંધો કરતા 6 ધંધાર્થીઓ સામે કાર્યવાહી મોરબી : મોરબી જિલ્લામાં હમ નહિ સુધરેગેની જેમ અમુક લોકોએ જાહેરનામાનો ભંગ કરવાની બેદરકારી યથાવત રાખતા પોલીસે પણ કાર્યવાહી જારી રાખી છે. જેમાં રવિવારે મોરબી જિલ્લામાં પોલીસે કોવિડના અલગ અલગ જાહેરનામાના ભંગ કરતા 21 સામે કાર્યવાહી કરી હતી. તેમજ આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા 6 ધંધાર્થીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. મોરબીમાં રવિવારે રાત્રી કફર્યુનો ભંગ કરી ખોટી રીતે લટાર મારવા નીકળેલા એક રીક્ષાચાલક સહિત 6 લોકો, માસ્ક વગર જાહેરમાં ફરતા 2, નિયમ કરતા વધુ મુસાફરો ભરીને માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 4 રીક્ષાચાલકો, માળીયા (મી.)માં આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા બે કરીયાણાની દુકાનના માલિક, એક રીક્ષાચાલક, ટંકારામાં કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર રિક્ષાનો ધંધો કરતા 3 રીક્ષાચાલકો, હળવદમાં જાહેરનામાના ભંગ બદલ 3, હળવદમાં માસ્ક વગર જાહેરના નીકળેલા એક સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.