કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા ત્રણ રીક્ષાચાલકો ઝપટે મોરબી : મોરબી જિલ્લામાં હવે કોરોનાની પરિસ્થિતિ એકદમ નોર્મલ થવાની સાથે કોવિડના જાહેરનામાના ભંગના કેસ પણ ઘટી ગયા છે. જેમાં ગુરુવારે 24 કલાક દરમિયાન પોલીસે મોરબી જિલ્લામાં કોવિડના જાહેરનામાના ભંગ સબબ 16 સામે કાર્યવાહી કરી હતી. તેમજ કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા ત્રણ રીક્ષાચાલકો ઉપર તવાઈ ઉતારી હતી. મોરબી જિલ્લામાં આર.ટી.પી.સી.આર. રિપોર્ટ વગર ધંધો કરવાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. જેમાં ગઈકાલે માત્ર રીક્ષાચાલકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જિલ્લાના એકમાત્ર ટંકારામાં પોલીસે કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા ત્રણ રીક્ષાચાલકો ઉપર તવાઈ ઉતારી હતી. જ્યારે મોરબીમાં ગુરુવારે રાત્રી કફર્યુનો ભંગ કરી ખોટા આંટાફેરા કરતા એક રીક્ષાચાલક સહિત ત્રણ લોકો, સાંજે સાત વાગ્યા પછી પાનની દુકાન ખુલ્લી રાખનાર દુકાનદાર, માસ્ક વગર જાહેરમાં નીકળેલા 1 અને માસ્ક વગર ધંધો કરતા જુના કપડાંની લારીના ધારક, નિયમ કરતા વધુ.મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 4 રીક્ષાચાલકો, માળીયામાં વેપારના સ્થળે તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા બે દુકાનદારો, હળવદમાં જાહેરનામા ભંગ બદલ એક રીક્ષાચાલક અને વાંકાનેરમાં માસ્ક વગર જાહેરમાં નીકળેલા એક સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.