કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા 5 ધંધાર્થીઓ સામે કાર્યવાહી મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેરથી સરકાર દ્વારા લાગુ કરાયેલા કોવિડના અલગ અલગ જાહેરનામાનો પોલીસ દ્વારા ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. પણ હવે પરિસ્થિતિ ઘણી જ સુધરતા જાહેરનામાના ભંગના કેસો પણ ઘટવા લાગ્યા છે. જેમાં બુધવારે 24 કલાક દરમિયાન મોરબી જિલ્લામાં કોવિડના જાહેરનામાના ભંગ હેઠળ 14 સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા 5 ધંધાર્થીઓ સામે કાર્યવાહી સામે પોલીસે કાર્યવાહી કરી હતી. મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધીમાં ગઈકાલે કોવિડના જાહેરનામાના સૌથી ઓછા કેસ નોંધાયા હતા.કોરોનાની બીજી લહેરમાં હવે પરિસ્થિતિ થાળે પડતા જાહેરનામા ભંગના કેસ પણ ઘટી ગયા છે. એક સમયે 35 થી વધુ નોંધાતા કેસ હવે 15 ની આસપાસ થઈ ગયા છે. જેમાં ગઈકાલે મોરબીમાં રાત્રી કફર્યુનો ભંગ કરી ખોટી રીતે લટાર મારવા નીકળેલા 3 લોકો, માસ્ક વગર જાહેરમાં નીકળેલા 1, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા એક રીક્ષાચાલક, આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા બ્રેડ બટાટાની લારીના માલિક, વાંકાનેરમાં માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ત્રણ સવારી બાઈકચાલક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ઇકો કારચાલક, માસ્ક વગર જાહેરમાં નીકળેલા 2, ટંકારામાં આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા 2 રીક્ષાચાલકો, માળીયામાં કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા બે દુકાનદારો સામે પોલીસે કાર્યવાહી કરી હતી.