નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 6 રીક્ષાચાલકો ઉપર તવાઈ મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે ગઈકાલે કોવિડ જાહેરનામા ભંગ સબબ 14 સામે કાર્યવાહી કરી હતી. તેમજ નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 6 રીક્ષાચાલકો ઉપર તવાઈ ઉતારી હતી. જો કે જિલ્લામાં ગઈકાલે આર.ટી.પી.સી.આર. રિપોર્ટ વગર ધંધો કરવાના એકપણ કેસ ન નોંધાતા વેપારીઓને રાહત થઈ હતી. મોરબીમાં ગતરાત્રે કફર્યુ દરમિયાન ખોટા આંટાફેરા કરતા એક, કફર્યુ દરમિયાન નાસ્તાની દુકાન ખુલ્લી રાખીને ધંધો કરતા નાસ્તાની દુકાનના માલિક, માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળેલા 3, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 3 રીક્ષાચાલકો, વેપારના સ્થળે ભીડ એકત્ર કરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ગાંઠિયાની લારીધારક, વાંકાનેરમાં માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળેલા એક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 1 રીક્ષાચાલક, માળીયામાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 2 રીક્ષાચાલકો અને વેપારના સ્થળે માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ચાની દુકાનના માલિક સહિત 14 સામે કોવિડના જાહેરનામાના ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.