કફર્યુમાં લટાર મારવા નીકળેલા 4 લોકોને ઝડપી પોલીસે સમજદારીનું ભાન કરાવ્યું મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે ગઈકાલે 24 કલાક દરમિયાન કોવિડ જાહેરનામાના ભંગ કરતા 16 સામે કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી જિલ્લામાં માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ 11 સામે કાર્યવાહી કરી હતી. જ્યારે કફર્યુમાં લટાર મારવા નીકળેલા 4 લોકોને ઝડપી પોલીસે સમજદારીનું ભાન કરાવ્યું હતું. મોરબીમાં ગતરાત્રે કફર્યુનો ભંગ કરી ખોટી રીતે લટાર મારવા નીકળેલા 4 લોકો, વેપારના સ્થળે માસ્ક પહેર્યા વગર અને ભીડ એકત્ર કરી વેપાર કરતા નમકીનની દુકાનના માલિક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 રીક્ષાચાલકો, વેપારના સ્થળે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા એક જુના કપડાંની લારી ધારક, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 5 રીક્ષાચાલકો, માળીયામાં વેપારના સ્થળે માસ્ક પહેર્યા વગર અને ભીડ એકત્ર કરી વેપાર કરતા નાસ્તાની દુકાનના માલિક, પાન-માવાની દુકાનના માલિક અને ટંકારામાં કોવિડ ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા રીક્ષાચાલક સહિત 16 સામે પોલીસે કોવિડ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હમણાંથી જિલ્લામાં એકમાત્ર ટંકારામાં આર.ટી.પી.સી.આર. રિપોર્ટ વગર ધધો કરવા સામે કાર્યવાહી કરાઈ છે અને છેલ્લા ત્રણેક દિવસથી હળવદમાં કોવિડ જાહેરનામા ભંગના એકપણ કેસ નોંધાયા નથી. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..