મોરબી તાલુકામાં 14, વાંકાનેરમાં 12, હળવદમાં 4 અને ટંકારામાં 2 નવી શાળાઓ માટે દરખાસ્ત કરાઈ : જિલ્લામાં સરકારી, ગ્રાન્ટેન્ડ અને ખાનગી મળી કુલ 175 શાળાઓમોરબી : મોરબી જિલ્લામાં સરકારી શિક્ષકો ખંતપૂર્વક શિક્ષણના સેવાયજ્ઞને ચલાવી રહ્યા હોવાની સર્વ સામાન્ય છાપ વચ્ચે છેલ્લા દાયકામાં શિક્ષણ ક્ષેત્રે મોરબી જિલ્લાએ રાજ્યકક્ષાએ ડંકો વગાડ્યો છે.પરિણામ સ્વરૂપ છેલ્લા બે વર્ષથી મોરબી જિલ્લો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અવ્વલ આવી રહ્યો છે અને ધોરણ 10મા પણ એકથી ત્રણ ક્રમમાં પરિણામ આવી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે જિલ્લામાં 32 નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં 175 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલ છે જેમાં 74 ગ્રાન્ટેડ, 50 સરકારી અને બાકીની ખાનગી શાળાઓનો સમાવેશ થાય છે.શિક્ષણક્ષેત્રે સમર્પિત શિક્ષકોને કારણે મોરબી જિલ્લામાં હાલમાં ખાનગી શાળાઓ છોડી વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં એડમિશન લઈ રહ્યા છે અને બાજીરાજબા જેવી મોરબીની પૌરાણિક અને ઐતિહાસિક શાળામાં એડમિશન અત્યારથી જ ફૂલ થઈ ગયા છે.જો કે, મોરબી જિલ્લામાં સરકારી શાળાઓની જરૂરત જોતા ધારાસભ્યો અને અન્ય અગ્રણીઓ દ્વારા કુલ 24 માધ્યમિક અને 8 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા રજુઆત કરતા હાલમાં 32 નવી શાળાઓ શરૂ કરવા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છેવર્ષ 2026 માં નવી શાળાઓ શરૂ કરવા કરાયેલ દરખાસ્તમાં 24 માધ્યમિક અને 8 ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં તાલુકાવાર વિગતો જોતાં મોરબી તાલુકામાં સૌથી વધુ 10 માધ્યમિક અને 4 ઉચ્ચતર માધ્યમિક શાળાનો સમાવેશ થાય છે. ત્યાર બાદ વાંકાનેર તાલુકામાં કુલ 12 શાળાઓમાં 10 માધ્યમિક અને બે ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવાનું આયોજન છે. જ્યારે હળવદ તાલુકામાં કુલ 4 માધ્યમિક શાળા તેમજ ટંકારા તાલુકામાં કુલ 2 શાળાઓની દરખાસ્ત છે અને આ બંને શાળાઓ માત્ર ઉચ્ચતર માધ્યમિક સ્તરની છે.નવી શાળાઓની દરખાસ્તમાં મોરબી અને વાંકાનેર તાલુકાને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.આ વર્ષે ત્રણ નવી શાળાઓની મંજૂરી મળીમોરબી જિલ્લામાં વર્ષ 2024ના 10 નવી શાળાઓ મંજુર કરવામાં આવી હતી.જો કે, વર્ષ 2025માં માધાપર, વજેપર અને પીપળીમાં નવી શાળાઓ શરૂ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી જેને ગઈ કાલે જ સરકાર દ્વારા મંજુર કરવામાં આવી છે જિલ્લામાં નવી માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટે કરાયેલ દરખાસ્તક્રમ #તાલુકો #ગામનું નામ1 #મોરબી #મકનસર2 #મોરબી #પીપળીયા3 #મોરબી #મહેન્દ્રનગર4 #મોરબી# શનાળા5 #મોરબી #રવાપર6 #મોરબી# ખારચીયા7# વાંકાનેર #દલડી8 #વાંકાનેર #નવા ઢુંવા9 #વાંકાનેર# પલાસ10# વાંકાનેર #પાડધરા11 #વાંકાનેર #જોધપર12 #હળવદ# માનસર13 #વાંકાનેર #ગારીડા14 #વાંકાનેર #ગાંગીયાવદર15 #વાંકાનેર વાલાસણ16#મોરબી #ભરતનગર17# વાંકાનેર# લીંબાળા18 #હળવદ #રણછોડગઢ19 #હળવદ# સુંદરગઢ20 #મોરબી #પીપળી21 #હળવદ# રાણેકપર22 #મોરબી #વજેપર23 #મોરબી #માધાપર24 #વાંકાનેર૩ ખખાણાજિલ્લામાં નવી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે દરખાસ્તક્રમ#તાલુકો# ગામનું નામ1 #મોરબી #ખાનપર2 #મોરબી #નીચીમાંડલ3 #મોરબી #ઘુંટુ4 #મોરબી# રાજપર5# વાંકાનેર# માટેલ6 #ટંકારા #લજાઈ7 #ટંકારા# ટંકારા8 #વાંકાનેર #મહિકા