મોરબી : મોરબીના ત્રાજપર ગામ ચાર રસ્તાથી જુના ઘુંટુ રોડને ફોરલેન બનાવવા બાબતે ત્રાજપર ગામના પૂર્વ સરપંચ અશોકભાઈ વરાણીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબીના ત્રાજપર ગામ ચાર રસ્તાથી જુના ઘુંટુનો આશરે 2 થી 3 કિલોમીટરનો રસ્તો ફોરલેન બનાવવામાં આવે. કેમ કે આ રોડ પર ટ્રાફિકજામ થતો હોય તેમજ આ રોડ પર અનેક ઈન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલા છે. તેમજ સ્કૂલ બસ, એસટી બસ તેમજ ભારે વાહનોની અવર જવર રહેતી હોય વારંવાર અકસ્માતના બનાવો બને છે. દિવસે દિવસે આ રોડ પર ટ્રાફિક વધી રહ્યો છે. જેના કારણે અનેક વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. તેથી વહેલાસર આ રોડ ફોરલેન બનાવવામાં આવે તેવી માગ કરાઈ છે.