મોરબી : મોરબીના નવા બસસ્ટેશન પાસે ઓટો રિક્ષાવાળાઓ માટે રિક્ષા સ્ટેન્ડ તથા પાર્કિંગની સુવિધા આપવા બાબતે રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ કલેકટરને રજુઆત કરી છે.તેઓએ રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરમાં સરકાર દ્વાર નવા બસસ્ટેશનનું આધુનિકરણ કરવામાં આવેલ છે. આ આધુનીકરણ બાદ બાઈક તથા કાર માટે પાર્કિંગની સુવિધા કરવામાં આવેલ છે. પરંતુ મહેનત કરીને પોતાનું રોજગાર રળનાર ઓટો રિક્ષા ચાલકો માટે પાર્કિંગ પણ નથી અને રિક્ષા સ્ટેન્ડ પણ નથી. તો આ રિક્ષાવાળા ઓ માટે નક્કી જગ્યા કરીને રિક્ષા સ્ટેન્ડ પુરતી જગ્યાવાળું બનાવવા કે જગ્યા ફાળવવા અમારી માંગણી છે.