મોરબી : મોરબી શહેરના વિજયનગર-3 થી આલાપ પાર્ક સુધીનો રોડ અત્યંત ખરાબ હાલતમાં હોય આ રોડ નવો બનાવવા બાબતે યોગેશભાઈ રંગપડીયાએ મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, વિજયનગર-3 થી આલાપ પાર્ક સુધીનો રોડ બિસ્માર હાલતમાં હોય નવો બનાવવામાં આવે. આ રોડનું કામ વહેલી તકે કરવામાં આવે અને જ્યાં સુધી નવો રોડ ન બને ત્યાં સુધી આ રોડનું ખૂબ ઝડપથી હાલ પૂરતું રિપેરિંગ કરવામાં આવે. કેમ કે લીલાપર કેનાલ રોડ પર સવારે અને સાંજના સમયે ટ્રાફિક વધુ રહેતું હોવાથી વિજયનગર-3 થી આલાપ પાર્ક સુધીના રોડનો ઉપયોગ સિરામિક ફેક્ટરીમાં જતાં લોકો તેમજ પટેલનગર, આલાપ પાર્ક, વિજયનગર, ગજાનંદ પાર્ક, સહિતની સોસાયટીઓના રહીશો કરતા હોય છે. જેથી જો આ રોડ બની જાય તો ત્યાં ટ્રાફિક રૂપાતંરિત થઈ શકે અને પરિણામે લીલાપર કેનાલ રોડ પર ટ્રાફિકને પણ હળવું કરી શકાશે. જેથી આ રોડ તાત્કાલિક બને તેવી માગ કરાઈ છે.