મોરબી : ચકમપર ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને ચકમપરથી ઝીકીયાળી અને ચમકપરથી રંગપર વચ્ચે આવેલ રંગપરથી જીવાપર રોડ નવો ડામર રોડ બનાવવા જણાવાયું છે.ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, ચકમપરથી ઝીકીયાળી વચ્ચે આવેલ ડામર રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે અને અકસ્માત થવાનો ભય ઉભો થયો છે. તેમજ ઉદ્યોગોનો વિસ્તાર થવાથી ચકમપર-ઝીકીયાળી રોડ પર પણ વાહન વ્યવહાર વધી ગયો હોવાથી હાલમાં રહેલો ડામર રોડ સાંકડો પડે છે. જેથી વધુ પહોળાઈવાળો ડામર રોડ બનાવવામાં આવે. આ ઉપરાંત ચકમપર થી રંગપર રોડ તૂટી ગયો હોવાથી રંગપરથી જીવાપર રોડ વચ્ચે કારખાનાઓના કારણોસર વધુ લોડિંગવાળા વાહનોની અવર-જવર વધુ હોવાથી હાલનો રોડ સાંકડો પડતો હોવાથી રંગપરથી જીવાપર રોડ પહોળો સીસી રોડ નવો બનાવવામાં આવે. આ ઉપરાંત ચકમપરથી રંગપર વચ્ચે ડામર રોડ 7 મીટર પહોળો કરી આપવામાં આવે અને જ્યાં જરૂર છે ત્યાં આરસીસી રોડનું કામ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.