મોરબી : મોરબીના જેપુર ગામના અનુસૂચિત જાતિના લોકો લાંબા સમયથી 100 ચો.વારના પ્લોટથી વંચિત હોવાથી આ લોકોએ જિલ્લા પંચાયતને રજુઆત કરીને તેમને 100 ચો.વારના પ્લોટ ફાળવવાની માંગ કરી છે.મોરબીના જેપુર ગામે રહેતા અનુસૂચિત જાતિના લોકોએ આજે જિલ્લા પંચાયતના પ્રમુખને લેખિતમાં રજુઆત કરીને જણાવ્યું હતું કે, મોરબીના જેપુર ગામના અનુસૂચિત જાતિ સમાજના લોકો લાંબા સમયથી 100 ચો.વારના પ્લોટથી વંચિત છે. અનેક રજુઆત કરવા છતાં તેઓને ન્યાય મળ્યો નથી. આથી જિલ્લા પંચાયતના પ્રમુખ તેમની કક્ષાએથી જિલ્લા સંકલન બેઠકમાં આ મુદ્દાનો સમાવેશ કરીને જેપુર ગામના લોકોનો 100 ચો.વારના પ્લોટ મળે તે માટે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.