ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવ્યો, હાલ સમારકામ ચાલુ : સદનસીબે દુર્ઘટના ટળીમોરબી : મોરબીના રંગપર-બેલા રોડ ઉપર આજે સાંજના સમયે એક સિરામિક એકમમાં પ્રોપેન ગેસ લીકેજ થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે સદભાગ્યે આ બનાવમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રંગપર- બેલા રોડ ઉપર લારસન સિરામિકમાં સાંજે 5:30 વાગ્યાના અરસામાં પ્રોપેન ગેસ લીકેજ થયો હતો. ફાયર વિભાગના દીગપાલ સિંહે જણાવ્યું કે આ મામલે જાણ થતાં તુરંત જ ફાયરની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યાં લીકેજ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. હાલ સમારકામ ચાલી રહ્યું છે. ફાયરની એક ગાડી ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી. આ ઘટના પાછળનું કારણ પણ જાહેર થયું નથી.