મોરબી : જીલ્લા તિજોરી કચેરી મોરબી તથા તાબાની પેટા તિજોરી કચેરીમાંથી IRLA સ્કીમ હેઠળ પેન્શન મેળવતા પેન્શનરોને ગુજરાત સરકાર દ્વારા પેન્શનરોએ કરાવવાની થતી હયાતીની ખાત્રીના સમયગાળામાં આ વર્ષ માટે ફેરફાર કરી મે-જુન-જુલાઈના સ્થાને જુન-જુલાઇ-ઓગસ્ટ કરવામાં આવેલ છે. કોરોનાની સ્થિતિમાં લાગુ થયેલા લોકડાઉનને લઈને સરકારે પેન્શનરો માટે જાહેરાત કરી છે. જે મુજબ જીવન પ્રમાણ પોર્ટલ jeevanpramaan.gov.in પર પણ ONLINE હયાતીની ખરાઇ કરાવી શકવાની સુવિધા ઉપલબદ્ધ કરાવી છે. વધુમાં જે સર્વિસ પેન્શનરોની નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટેની પેન્શનની વાર્ષિક આવક ૫,૫૦,૦૦૦થી વધુ થતી હોય તેવા પેન્શનરો પોતે કરેલ રોકાણની પ્રમાણીત નકલ, બાંહેધરી નિયત ફોર્મ ૧૨-બી માં, પાન કાર્ડ, પી. પી. ઓ નંબર, જિલ્લા તિજોરી કચેરીમાં ૨૦-૦૫-૨૦૨૦ સુધીમાં રૂબરૂ/ટપાલ અથવા ઇ-મેઇલ આઇડી treasur-mor@gujarat.gov.in પર મોકલી આપવાની રહેશે. પેન્શનની વિગત તેમજ આવકના પ્રમાણપત્ર https:/cybertreasury.gujarat.gov.in પરથી મેળવી શકાશે. જેના માટે લોગઇન આઇડી બેંકનો એકાઉન્ટ નંબર તેમજ પાસવર્ડ આપનો પી.પી.ઓ નંબર રહેશે. તેમ જિલ્લા તિજોરી અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.