મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા આજે જિલ્લાના 7 કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલના પ્રમોશન આપવામાં આવ્યા છે. વધુમાં બઢતી પામેલ તમામ પોલીસ કર્મીઓને જૂની જગ્યાએ યથાવત જાળવી રાખવામાં આવ્યા છે.આ બઢતીમાં મોરબી સિટી બી ડિવિઝનના વિજયકુમાર નાગદાભાઇ મીયાત્રા, હળવદના શકિતસિંહ બહાદુરસિંહ પરમાર, માળિયાના સમરથસિંહ જામભા ઝાલા, ટંકારાના મહેશદાન જશકરણદાન ગઢવી, રીડર શાખાના નવનિતલાલ જગજીવનદાસ નિમાવત, મોરબી સિટી એ ડિવિઝનના ધ્રુવરાજસિંહ રઘુવિરસિંહ ઝાલા તેમજ એલસીબીના ભરત ઘેલાભાઇ જીલરીયાનો સમાવેશ થાય છે.