હળવદના સુંદરી ભવાની ગામના યુવાનને ભાવનગરમાં કાળ આંબી ગયો હળવદ : હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામનો આશાસ્પદ યુવાન આર્મી અને પોલીસમાં ભરતીની તૈયારી માટે ભાવનગર ખાતે કોચિંગ મેળવવા જતા વીજશોક લાગતા મૃત્યુ નિપજતા નાના એવા ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. પ્રાપ્ત વિગતો મુજબ હળવદના સુંદરી ભવાની ગામે રહેતો શક્તિસિહ ધરમશીભાઈ સોલંકી (ઉ.વ.૧૯) નામનો યુવાન પોલીસ અને આર્મીની ભરતી થવા ઈચ્છતો હોય કોચિંગ મેળવવા માટે ભાવનગર ખાતે ખાનગી કોચિંગ ક્લાસમાં જોડાયો હતો. જ્યાં વીજશોક લાગવાથી મૃત્યુ નિપજતા સોલંકી પરિવાર અને નાના એવા સુંદરી ભવાની ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવાન શક્તિસિંહના પરિવારજનો સુંદરી ભવાની ગામે ખેતીવાડીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને શક્તિસિંહના પરિવારમાં બે ભાઈઓ હોવાનું જાણવા મળે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..