મોરબી : ગઈકાલે તા. 18 ફેબ્રુઆરીના રોજ મોરબીના સરદાર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પ્રજ્ઞાચક્ષુ રાત્રિભોજ કાર્યક્રમનું આયોજન એલ. ઈ. કોલેજ હોસ્ટેલ કેમ્પસ ખાતે આવેલ સરદાર સ્પોર્ટ્સ ક્લબના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લક્ષ્મીનગર ગામમાં પ્રજ્ઞાચક્ષુઓના લાભાર્થે ચાલતા પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રમાંથી 120 જેટલા દિવ્યાંગોએ રાત્રિ ભોજનનો આનંદ માણ્યો હતો. ત્યારબાદ દિવ્યાંગ ઓર્કેસ્ટ્રા ગ્રુપએ દિવ્યાંગોને ડોલાવ્યા હતા. આ કાર્યક્રમમાં એકત્રિત થયેલું દાન પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રને અર્પણ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમના આર્થિક સહયોગી મનીષભાઈ સોરીયાના પુત્ર ક્રિયાનના જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવ્યો હતો. તેમજ આ કાર્યક્રમ માટે યોર ક્રિએશન, Q-zora ગ્રુપ, આરવી કોર્પોરેશન તથા અશોક કાછડીયાએ આર્થિક યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમ માટે 38 વર્ષથી કાર્યરત પટેલ સોશિયલ ગ્રુપના પ્રમુખ યશ હાપલિયા, જનરલ સેક્રેટરી સંદીપ ભાદાણી સહિતના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.