સવારે સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમ અને અદભુત પ્રદર્શન યોજાશે: ઉદ્ઘાટન બાદ સાંજે 5 વાગ્યા સુધી નાગરિકો લઈ શકશે મુલાકાતમોરબી અપડેટ: મોરબીની અગ્રીમ શૈક્ષણિક સંસ્થા સાર્થક વિદ્યામંદિર ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત “સંસ્કૃત કક્ષ” નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ આગામી તારીખ 16 ઓગસ્ટ 2026, રવિવારના રોજ યોજાનાર છે. સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના સંવર્ધન તથા તેના પ્રસાર માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.આ મંગલ પ્રસંગે સંસ્થા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેની સમયરેખા નીચે મુજબ છે: • સવારે 8:00 થી 11:00 વાગ્યા સુધી: સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમ (સભાખંડ, E Floor) • સવારે 11:00 વાગ્યે: સંસ્કૃત કક્ષનું ભવ્ય ઉદ્ઘાટન (B Floor ઓડિટોરિયમ) • બપોરે ઉદ્ઘાટન બાદ સાંજે 5:00 વાગ્યા સુધી મહાનુભાવો અને વિદ્યાર્થીઓ સંસ્કૃત કક્ષની મુલાકાત લઈ શકશે.સાંસ્કૃતિક કાર્યક્રમની વિશેષતાઓ:આ પ્રસંગે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ આકર્ષક પ્રસ્તુતિઓ કરવામાં આવશે, જેમાં: • ભારતનો ભવ્ય વારસો - સંસ્કૃત • કૌટિલ્ય અર્થશાસ્ત્ર અને ભરતમુનિ નાટ્યશાસ્ત્ર • વિજ્ઞાનની વિરાસત - સંસ્કૃત • સંસ્કૃત ક્રીડાઓ (રમતો) અને પ્રેરણાદાયી કથાઓ • વ્યવહારમાં વપરાતા સંસ્કૃત શબ્દો (ચિત્ર દ્વારા) • સુભાષિત, શ્લોક અને ગીતા કંઠસ્થિકરણ • લાઈવ સંસ્કૃત (સરળ પાઠ્ય બિંદુઓ દ્વારા) અને કંઠસ્થીકરણ પ્રકલ્પ • વિદ્યાર્થીઓ દ્વારા અવિસ્મરણીય અને અદભુત પ્રદર્શની રજૂ કરવામાં આવશે.સંસ્કૃત અનુરાગી મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં જોડાવા સાર્થક વિદ્યામંદિર પરિવાર દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #SarthakVidyamandir #SanskritKaksha #GujaratSanskritBoard #SanskritCulture #MorbiNews #GujaratNews