મોરબી : સંત શિરોમણી જલારામ બાપાની 144મી પૂણ્યતિથિ નિમિત્તે મોરબીના જલારામ ધામ ખાતે ધૂનભજન, મહાઆરતી, મહાપ્રસાદ, સુંદરકાંડના પાઠ સહિતનાં કાર્યક્રમો યોજાશે.23 ફેબ્રુઆરી ને રવિવારે મહા વદ-10 ના રોજ સંત શિરોમણી જલારામ બાપાની 144મી પૂણ્યતિથિ નિમિત્તે મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત સાંજે 4 કલાકે બાપા સિતારામ ધૂન મંડળ દ્વારા ધૂન-ભજન, સાંજે 7 કલાકે મહાઆરતી, સાંજે 7-30 કલાકે મહાપ્રસાદ તેમજ રાત્રે 9 કલાકે સુંદરકાંડ મંડળ-મોરબી 2 દ્વારા સુંદર કાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. તો દરેક ભક્તજનોને દરેક કાર્યક્રમમાં પધારવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા જલારામ ધામ- મોરબી તરફથી આમંત્રણ પાઠવાયું છે.