કચ્છ પાટીદાર યુવક મંડળ દ્વારા પાંજરાપોળ, હોસ્પિટલ અને સમુહલગ્ન સમિતિને 6.5 લાખનું અનુદાન અપાયું મોરબી : મોરબી અને વાંકાનેરમાં દર વર્ષે રાહતદરે ફટાકડા વેચવાના સ્ટોલ ઉભા કરી લોકોની સેવા કરતા કચ્છ પાટીદાર યુવક મંડળ દ્વારા રાહતદરે ફટાકડા વેંચતા થયેલો નફો સેવા કાર્યમાં અર્પણ કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે. કચ્છ પાટીદાર યુવક મંડળ દ્વારા દર વર્ષે દિવાળીના તહેવારમાં મોરબી અને વાંકાનેરમાં પાટીદાર ફટાકડા સ્ટોલ શરૂ રાહતદરે ફટાકડા વેચવામાં આવે છે આમ છતાં ફટાકડાના રાહતદરે વેચાણ બાદ નફો થતો હોય નફાની આ રકમ વિવિધ સેવાકીય કાર્યોમાં કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે કચ્છ પાટીદાર યુવક મંડળ દ્વારા વાંકાનેર પાંજરાપોળને રૂપિયા અઢી લાખ, ઉમા મેડીકલ તથા ક્લીનીકને એક લાખ રૂપિયા, ઉમીયા માનવ મંદિર ટ્રસ્ટ મોરબીને રૂપિયા એક લાખ, મોરબી માળિયા સમુહલગ્ન સમીતીને રૂપિયા એક લાખ તેમજ ઉમીયા સમુહ લગ્ન સમિતી ટંકારાને રૂપિયા એક લાખનુ દાન સહિત કુલ રૂપિયા 6.50 લાખનું દાન કરવામા આવેલ છે.