મોરબી : મોરબીની લખધિરસિંહજી ઈજનેરી કોલેજના કેમિકલ ઈજનેરી વિભાગમાં સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. આશિષ ધીરજલાલ બલદાણીયાને ધ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર સાયન્ટિફિક નેટવર્ક તરફથી કેમિકલ એન્જીનીયરીંગમાં તેમના દ્વારા કરાયેલા રિસર્ચ અને એક્સેલન્સ માટે કલામ રિસર્ચ એવોર્ડ તથા એશિયન એજ્યુકેશન એવોર્ડ 2023 તરફથી એજ્યુકેશન કોમ્યુનિટીમા તેમના દ્વારા કરાયેલા કોન્ટ્રીબ્યુશન માટે પુરસ્કાર અનાયત કરવામાં આવેલ, તેમની આ સિધ્ધિ બદલ રાજ્યના ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજી મંત્રી ઋષિકેશ પટેલ, વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ મોહનભાઇ કુંડરિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ હર્ષની લાગણી અનુભવી શુભેચ્છા પાઠવી છે.