મોરબી : મોરબીના રવાપર ધુનડા રોડ ઉપર આવેલ મહાદેવ મહેરમાં શિવ ધૂન મંડળ પરિવાર દ્વારા 22મીએ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા સંસ્કાર સોસાયટી ક્રિષ્ના સ્કૂલ વાળી શેરીમાં થઇ વેલકમ પ્રાઇડ, રંગધરતી સોસાયટી, લોટસ, શક્તિ સોસાયટી 1 અને 2માં થઈ હનુમાનજી મંદિરે જશે. આ તમામ સોસાયટીમાં ડીજેના સથવારે ખૂબ જ હર્ષોલ્લાસથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઉજવવામાં આવશે. તેમ શિવ ધૂન મંડળ પરિવાર દ્વારા જણાવ્યું છે.