સાયકલ ઉપર કઠિન કાવડયાત્રા : પ્રથમ ભરવાડ સમાજની ગુરુગાદી થરા મુકામે શ્રી ગાલીનાથ મહાદેવને જળા અભિષેક કરાશેહળવદ : પવિત્ર શ્રવણમાસમાં કાવડયાત્રાનું વિશેષ મહત્વ હોય છે ત્યારે હળવદ તાલુકાના ત્રણ યુવાનો હરિદ્વારથી સોમનાથ સુધી સાયકલ ઉપર કાવડયાત્રા શરૂ કરી છે તેઓ પ્રથમ ભરવાડ સમાજની ગુરુગાદી થરા મુકામે શ્રી ગાલીનાથ મહાદેવને જળા અભિષેક કરાશે બાદમાં સોમનાથ જશે.હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા પાંચાભાઇ કોળી,ગોવિંદભાઈ ભરવાડ અને હળવદ શહેરમાં રહેતા મુકેશભાઈ ભરવાડ ગત તારીખ 28ના રોજ હરિદ્વાર ખાતેથી ભગવાન સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે સાયકલ પર કાવડ યાત્રાનું પ્રસ્થાન કર્યું છે.અને હાલમાં રાજસ્થાનમાં સાયકલ યાત્રા કરી રહ્યા છે.આ યુવાનો દ્વારા પ્રથમ થરા ખાતે આવેલ ભરવાડ સમાજની ગુરુગાદી એ બિરાજમાન શ્રી ગ્વાલીનાથ મહાદેવને જળાભિષેક કરવામાં આવશે.ત્યારબાદ આ ત્રણેય યુવાનો હળવદ પહોંચશે અને હળવદના ગોપાલ ધામ ખાતે આવેલ શ્રી ગોપાલેશ્વર મહાદેવ તેમજ વૈજનાથ મહાદેવને જળાઅભિષેક કરવામાં આવશે.ત્યારબાદ આ ત્રણે યુવાનો સોમનાથ જવા રવાના થશે.