મોરબી: મોરબી તાલુકાના ગાળા ગામે સમસ્ત ગાળા ગ્રામ આયોજિત ભવ્ય શ્રી કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 16 ઓગસ્ટ ને શનિવાર, શ્રાવણ વદ આઠમ (જન્માષ્ટમી)ના રોજ જન્માષ્ટમી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 8-30 કલાકથી 11 કલાક સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. ત્યારબાદ 11 કલાકથી 12 કલાક સુધી રાસ-ગરબા અને બપોરે 12 કલાકે મટકી ફોડ કાર્યક્રમ યોજાશે. ત્યારે ગાળા ગામ મુકામે આયોજિત આ 'શ્રી કૃષ્ણ જન્મોત્સવ'માં સમસ્ત ગાળા ગ્રામ દ્વારા સૌને પરિવાર સાથે પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.