કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા 4 ધંધાર્થીઓ સામે કાર્યવાહી મોરબી : મોરબી જિલ્લામાં કોરોના હળવો થયાની વચ્ચે છેલ્લા ત્રણેક દિવસથી કોવિડના જાહેરનામાના ભંગ તેમજ આર.ટી.પી.સી.આર. રિપોર્ટ વગર ધંધો કરવા સામે કાર્યવાહી ઓછી કર્યા બાદ ફરી રફતાર આવી છે. જેમાં શનિવારે 24 કલાક દરમિયાન પોલીસે મોરબી જિલ્લામાં કોવિડના જાહેરનામાના ભંગ સબબ 24 સામે કાર્યવાહી કરી હતી. તેમજ કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા 4 ધંધાર્થીઓ સામે પણ કાર્યવાહી કરી હતી. મોરબીમાં શનિવારે રાત્રી કફર્યુનો ભંગ કરી ખોટા અટાફેરા કરતા 2 રીક્ષાચાલકો સહિત 4 લોકો, કોરોના ટેસ્ટ કરાવ્યા વગર કે વેકસીન લીધા વગર ધંધો કરતા નોનવેઝની હોટલના માલિક, ઇકો કારચાલક, 2 રીક્ષાચાલકો, માસ્ક વિના જાહેરમાં ફરતા 3, ધંધાના સ્થળે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 વેપારીઓ, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 રીક્ષાચાલકો, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 રીક્ષાચાલકો, માસ્ક વિના જાહેરમાં નીકળેલા 1, માળીયામાં ધંધાના સ્થળે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા બે દુકાનદારો, 1 રીક્ષાચાલક હળવદમાં કોવિડના જાહેરનામા ભંગ કરતો એક રીક્ષાચાલક સહિત 24 સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.