કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા ત્રણ રીક્ષાચાલકો સહિત 4 સામે કાર્યવાહી મોરબી : મોરબી જિલ્લામાં હવે કોરોનાની બીજી લહેર અંકુશમાં આવી ગઈ હોય પણ સાવચેતી ખાતર પોલીસે સરકારના કોવિડ અંગેના અલગ અલગ જાહેરનામાનો ચુસ્તપણે અમલ ચાલુ રાખ્યો છે. જેમાં રવિવારે 24 કલાક દરમિયાન મોરબી જિલ્લામાં પોલીસે કોવિડના જાહેરનામાના ભંગ સબબ 22 સામે કાર્યવાહી કરી હતી. તેમજ કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા ત્રણ રીક્ષાચાલકો સહિત 4 સામે પણ કાર્યવાહી કરી હતી. મોરબી શહેરમાં રવિવારે રાત્રે કફર્યુનો ભંગ કરી ખોટા આંટાફેરા કરતા એક રીક્ષા ચાલક સહિત 3 લોકો, આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા રીક્ષાચાલક, સરબતની લારીધારક, માસ્ક વગર જાહેરમાં નીકળેલા 3, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા એક રીક્ષાચાલક, એક બાઈકચાલક, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 રીક્ષાચાલકો, એક ઇકો કારચાલક, માસ્ક વગર જાહેરમાં ફરતા 1, ટંકારામાં કોવિડ ટેસ્ટ કે વિકસીન લીધા વગર રીક્ષાનો ધંધો કરતા 2 રીક્ષાચાલકો, માળીયામાં માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા બે દુકાનદારો, એક રીક્ષાચાલક, હળવદમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 રીક્ષાચાલકો સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.