માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ કરનાર 17 જેટલા રીક્ષાચાલકો, લારીધારકો, દુકાનદારો ઉપર તવાઈ મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની ગંભીર પરિસ્થિતિને કારણે લાગુ કરેલા રાત્રી કરફ્યુ અને કોવિડ ગાઈડલાઈનનો 'હમ નહિ સુધરેગે'ની જેમ અણસમજુઓએ ઉલાળીયો કરતા આવા અણસમજુઓને સમજદારીનું ભાન કરાવવા પોલીસ મેદાને પડી છે. જેમાં મોરબી જિલ્લામાં પોલીસે ગુરુવારે કર્ફ્યુ-કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરતા 36 સામે કાર્યવાહી કરી હતી અને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ કરનાર 17 જેટલા રીક્ષાચાલકો, લારીધારકો, દુકાનદારો ઉપર તવાઈ ઉતારી હતી. મોરબીમાં ગુરુવારે રાત્રે કફરયુનો ભંગ કરી લટાર મારતા બે, નાસ્તાની લારી ખુલ્લી રાખનાર માલિક, કરફ્યુમાં પણ મુસાફરો ભરીને અવરજવર કરતા રીક્ષાચાલક તેમજ નિયમ કરતા વધુ મુસાફરોને ભરીને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 6 રીક્ષાચાલકો તેમજ માસ્ક વગર ભીડ એકત્ર કરીને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ચાની લારીધારક, અને જાહેરમાં માસ્ક વગર નીકળેલા 8 લોકો, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરોને ભરીને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા બે રીક્ષાચાલકો, માસ્ક વગર ભીડ એકત્ર કરીને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ફ્રૂટની લારીધારક, જાહેરમાં માસ્ક વગર નીકળેલા 3 લોકો, ટંકારામાં નિયમ કરતા વધુ મુસાફરોને ભરીને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 5 રીક્ષાચાલકો, માળીયા (મી)માં નિયમ કરતા વધુ મુસાફરોને ભરીને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ત્રણ રીક્ષાચાલકો તેમજ હળવદમાં નિયમ કરતા વધુ મુસાફરોને ભરીને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા એક રીક્ષાચાલક સામે પોલીસે નિયમ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.