સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતા વાહન ચાલકો વિરુદ્ધ ગુન્હો દાખલ મોરબી : મોરબી જીલ્લાના શહેરી વિસ્તાર, નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે પર રીક્ષા અને અન્ય પેસેન્જર વાહનો આડેધડ દોડતા હોય તેમજ ટ્રાફિક નિયમનનો ઉલાડ્યો કરી આડેધડ પાર્કિગ કરવા, કેપેસિટી કરતા વધુ મુસાફર બેસાડવા અને નો પાર્કિગવાડી જગ્યાએ પણ વાહનો પાર્ક કરવા, ઓવર સ્પીડ વાહનો ચલાવવા સહિતના નિયમનો ભંગ કરતા હોવાની ફરિયાદ ઉઠતા જિલ્લા પોલીસ દ્વારા આવા નિયમભંગ કરતા વાહન ચાલકો પર તવાઇ બોલાવી હતી. શનિવારે વાંકાનેર, હળવદ, મોરબી, ટંકારા સહિત જિલ્લાભરમાં વધુ 30 જેટલા વાહન ચાલકોને નિયમ ભંગ કરવા પોલીસે પકડી પાડ્યા હતા અને આવા વાહન ચાલકો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી આ ઉપરાંત હાલ કોરોના મહામારીને કારણે પેસેન્જર રિક્ષા ચાલકોને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ તે હેતુથી કુલ બેઠક ક્ષમતાના 50 ટકા મુસાફરો ભરવાની સુચના હોવા છતાં વધુ માત્રામાં મુસાફરો બેસાડી જિલ્લા મેજિસ્ટ્રેટના નિયમનો ભંગ કરનાર રીક્ષા ચાલકો અને અન્ય પેસેન્જર વાહન ચાલકોને પણ પકડી લઇ તેમના વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.