કોરોના રિપોર્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા ત્રણ ધંધાર્થીઓ સામે કાર્યવાહી મોરબી : મોરબી જિલ્લો.કોરોના મુક્ત થવાની દિશામાં આગેકૂચ કરતો હોય ત્યારે જિલ્લો કોરોનામુક્ત રહે તે માટે સાવચેતી ખાતર પોલીસે સરકારના કોવિડ અંગેના વિવિધ જાહેરનામાનો અમલ ચાલુ રાખ્યો છે. જેમાં પોલીસે ગઈકાલે મોરબી જિલ્લામાં કોવિડના જાહેરનામાના ભંગ સબબ 20 સામે કાર્યવાહી કરી હતી. તેમજ કોરોના રિપોર્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા ત્રણ ધંધાર્થીઓ સામે પણ કાર્યવાહી કાર્યવાહી કરી હતી. મોરબીમાં ગતરાત્રે કફર્યુ દરમિયાન ખોટા આંટાફેરા કરતા 3, માસ્ક વગર જાહેરમાં નીકળેલા 4 લોકો, કોરોના રિપોર્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા ફ્લોર મિલની દુકાનના માલિક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 રીક્ષાચાલકો, ટંકારામાં કોરોના રિપોર્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા એક રીક્ષાચાલક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા એક રીક્ષાચાલક, માળીયામાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા એક રીક્ષાચાલક, જાહેરમાં માસ્ક વગર નીકળેલા 2, વાંકાનેરમાં જાહેરમાં માસ્ક વગર નીકળેલા 2, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા એક ઇકો કારચાલક, એક બાઈકચાલક તેમજ હળવદમાં કોરોના રિપોર્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા એક રીક્ષાચાલક સહિત 20 સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.