કફર્યુનો ભંગ બદલ 4, બપોરે 3 વાગ્યા પછી ચાની લારી ખુલ્લી રાખનાર 1, માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 9 રીક્ષાચાલકો સામે કાર્યવાહી મોરબી : મોરબી જિલ્લામાં કોવિડના જાહેરનામાનો પોલીસ દ્વારા ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં સોમવારે 24 કલાક દરમિયાન કોવિડના જાહેરનામાના ભંગ બદલ 19 સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કફર્યુના ભંગ બદલ 4, બપોરે 3 વાગ્યા પછી ચાની લારી ખુલ્લી રાખનાર 1, માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 9 રીક્ષાચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી. મોરબીમાં સોમવારે રાત્રે કફર્યુનો ભંગ કરી ખોટી રીતે લટાર મારવા નીકળેલા 4 લોકો, બપોરના 3 વાગ્યા પછી ચાની લારી ખુલ્લી રાખનાર લારીધારક, માસ્ક વગર જાહેરમાં નીકળેલા એક, માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ત્રણ રીક્ષાચાલકો, વાંકાનેરમાં માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 3 રીક્ષાચાલકો, માસ્ક વગર વેપાર કરી દુકાને ભીડ એકત્ર કરનાર મિતુલ સેલ્સ દુકાનના માલિક, ટંકારામાં માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર એક રીક્ષાચાલક, માળીયા (મી.)માં આરટીપીસી રિપોર્ટ નહિ કરાવી માસ્ક વગર વેપાર કરતા ત્રણ વેપારીઓ અને હળવદમાં માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર એક રીક્ષાચાલક સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.