પોલીસે શનિવારે જિલ્લામાં કોવિડ જાહેરનામાના ભંગ બદલ કુલ 19 સામે કાર્યવાહી કરી મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે શનિવારે 24 કલાક દરમિયાન જિલ્લામાં કોવિડ જાહેરનામાના ભંગ બદલ કુલ 19 સામે કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી જિલ્લામાં કફર્યુ અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 11 લોકો પોલીસની ઝપટે ચઢી ગયા હતા. જ્યારે કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા બે વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરી હતી. મોરબીમાં ગઈકાલે રાત્રે કફર્યુંનો ભંગ કરી લટાર મારવા નીકળેલા 2 લોકો, વેપારના સ્થળે વધુ ભીડ એકત્ર કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા જુના કપડાંની લારી ધારક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 4 રીક્ષા ચાલકો, માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળેલા 2 લોકો, વાંકાનેરમાં માસ્ક પહેર્યા વગર નીકળી દંડ ભરવાની આનાકાની કરતા બાઈક ચાલક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 રીક્ષા ચાલકો, એક ઇકો કાર ચાલક, માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળેલા 1 વ્યક્તિ, ટંકારામાં કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા બે ઇકો કાર ચાલકો, માળીયામાં માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળેલા 2 લોકો અને હળવદમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા એક રીક્ષા ચાલક સહિત 19 સામે પોલીસે કોવિડ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક.. મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી.. તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ.. #MorbiUpdate https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw