શેરી નં.5માં છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા હોવાથી મહાપાલિકા કચેરીએ મહિલાઓની રજૂઆત : મહાપાલિકાએ તાત્કાલિક ટિમ દોડાવીમોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપરની ચિત્રકૂટ સોસાયટીમાં ભૂગર્ભ ગટર ભરાવાની સમસ્યાને કારણે સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી હાલાકી વેઠી રહયા છે. ત્યારે આ મામલે આજે સ્થાનિક મહિલાઓ મહાપાલિકા કચેરીએ દોડી આવી ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાને રજુઆત કરી હતી. પરિણામે મહાપાલિકાએ પણ તત્કાલીક ટિમ દોડાવી છે. આ મામલે સ્થાનિક બહેનોએ જણાવ્યું કે કન્યા છાત્રાલયની ચિત્રકૂટ સોસાયટીની શેરી નં.5માં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ભરાવાની સમસ્યા છે. આ મામલે અનેક રજૂઆતો કરી છે પણ મહાપાલિકાની ટિમ આવી જેમતેમ કામગીરી કરી ચાલી જતી હતી. એટલે ફરી આ જ પ્રશ્ન ઉદ્દભવતો હતો. ગટર ચોક અપ થઈ જવાના કારણે અહીં ઘરોમાં ગટરના પણ પાણી આવે છે. અને બાથરૂમ - ટોયલેટ વાપરી ન શકાય તેવી હાલતમાં છે. હાલ તો મહાપાલિકાએ ટિમ મોકલી છે. પણ આ સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો ફરી રજુઆત કરવા આવીશુ.