મોરબી : ભારતીય હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી ૨૪ જુલાઈથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૪ જુલાઈ(શનિવાર)એ ગુજરાત તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની વકી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દિવ, દમણ અને દાદરા નગર હવેલી તેમ જ કચ્છમાં વરસાદની સંભાવના છે. ૨૫, ૨૬ અને ૨૭ જુલાઈએ કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમ જ દમણ-દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે. ૨૮ જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમ જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તેમજ દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ અને કચ્છમાં વરસાદ પડી શકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..