એવોર્ડ માત્ર પોતાનો નહીં પણ સમગ્ર શાળા પરિવારનો છે તેવી ભાવના દાખવી શિક્ષકોએ વિદ્યાર્થીઓના લાભાર્થે અનુદાન આપ્યું માળીયા (મી.) : રાજ્ય સરકાર દ્વારા માળિયા તાલુકામાંથી બે શિક્ષકોને તાલુકા પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. શિક્ષકોએ મળેલ પારિતોષિકની રકમ વિદ્યાર્થીઓ અને શાળાને અર્પણ કરી માનવતા મહેકાવી હતી. શિક્ષકદિન નિમિતે શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ પારિતોષિકથી શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે મોરબી જિલ્લાના માળિયા તાલુકામાંથી રત્નમણિ પ્રાથમિક શાળા - મોટી બરારના શિક્ષક અનિલ બદ્રકિયા તેમજ કુંતાસી પ્રાથમિક શાળાના શિક્ષક બેચર ગોધાણીની તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ હતી. શિક્ષકદિન નિમિત્તે જિલ્લા કક્ષાએ યોજાયેલ શિક્ષક સન્માન કાર્યક્રમમાં શિક્ષકોને એવોર્ડની સાથે 5000 રૂપિયાનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. પારિતોષિકમાં મળેલ આ રકમ પોતાની પાસે ન રાખતા બંને શિક્ષકોએ પોતાની શાળા અને વિદ્યાર્થીઓ માટે અર્પણ કરી એવોર્ડ માત્ર પોતાનો નહીં પણ સમગ્ર શાળા પરિવારનો છે એવી ભાવના વ્યક્ત કરી હતી. આ તકે બંને શિક્ષકોને તેમની શાળાના આચાર્ય, શિક્ષકો અને એસ.એમ.સી.ના સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..