વાંકાનેર : આજ રોજ ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં રાજકોટ અને મોરબી જિલ્લામાં દરેક પ્રથમ ત્રણ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને ઇનામ વિતરણ અને ફાઇનલ પરીક્ષા કાર્યક્રમ યોજાયો હતો. મહત્વનું છે કે, ફાઇનલ પરીક્ષામાં ઉતીર્ણ થયેલા પ્રથમ બે વ્યક્તિની રાજ્ય કક્ષાની પરીક્ષા પણ અહીંયા જ યોજવામાં આવી હતી.