આર.એસ.એસ. અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા મોરબી : મોરબી અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધાના વિજેતા બાળકોનો સન્માન સમારોહ આર.એસ.એસ. અગ્રણી ભીમજીભાઈ ભાલોડીયા સહીતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતીમા યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધાનુ સોશિયલ મિડીયાના માધ્યમથી આયોજન કરવામા આવેલ હતુ. જેમા ૧૫૦થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાંથી ૨૫ જેટલા બાળકોને અલગ-અલગ કેટેગરી અનુસાર વિજેતા જાહેર કરવામા આવ્યા હતા. તે બાળકોના ઈનામ વિતરણ તથા સન્માન સમારોહનુ મોરબીના જલારામ મંદિર ખાતે આયોજન કરવામા આવેલ હતુ. જેમા દરેક વિજેતા બાળકોને સર્ટીફિકેટ તેમજ ઈનામ અર્પણ કરવામા આવ્યુ હતુ. આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ સી. ડી. રામાવત, શહેર અધ્યક્ષ ભાવીન ઘેલાણી, ઉપાધ્યક્ષ હીતેશ જાની, પોલાભાઈ પટેલ, મનિષ પટેલ, મંત્રી નિર્મિત કક્કડ, આર.એસ.એસ. અગ્રણી ભીમજીભાઈ ભાલોડીયા, ભગવાનજીભાઈ પટેલ (ગુરુકૃપા હોટેલ), કીશોરભાઈ ચંડીભમર સહીતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ. તેમ મંત્રી નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..