બસ રોડ નીચે ઉતરીને ટકરાઈ : હાઈવે પર દોડધામ મચી, અકસ્માતમાં 2 મુસાફરો ઇજાગ્રસ્તહળવદ : હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે આજે એક મોટી દૂર્ઘટના ટળી છે. અહીં હાઈવે પરથી પસાર થઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસ અચાનક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. બસમાં ખીચોખીચ મુસાફરો સવાર હતા, જે તમામનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. જ્યારે 2 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.મોટો અકસ્માત ટળ્યો, મુસાફરોના જીવ અધ્ધર થયામળતી માહિતી મુજબ, હળવદના શક્તિનગર પાસે મુસાફરોથી ચિક્કાર ભરેલી લક્ઝરી ટ્રાવેલ્સની બસના ચાલકે કોઈ કારણોસર સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રોડની નીચે ઉતરી ગઈ હતી. બસ રોડ નીચે ઉતરી જતાં જ અંદર સવાર મુસાફરોમાં ભારે ચીસાચીસ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે, સદનસીબે બસ પલટી ખાતા ખાતા રહી ગઈ હતી, જેના કારણે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.સ્થાનિકો મદદ માટે દોડ્યા, 2 મુસાફરો હોસ્પિટલ ખસેડાયાઆ અકસ્માતમાં બસમાં સવાર 2 મુસાફરોને ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.#Halvad #Accident #MorbiUpdate #TravelsAccident #Shaktinagar #MorbiNews #GujaratAccident #BusAccident #Rescue #BreakingNews