મોરબી : મોરબી તાલુકાના નારણકા ગામમાં આગામી તા.19ના રોજ ઐતિહાસિક નાટક અને કોમિક ભજવવામાં આવશે. નારણકા ગામે રામજી મંદિર ચોકમાં બજરંગ યુવક મંડળ દ્વારા આગામી તા.19/11/21ને દેવ દિવાળીના રોજ રાત્રે 10 કલાકે મહાન ઐતિહાસિક નાટક હિન્દનો છેલ્લો સમ્રાટ યાને પૃથ્વીરાજ ચૌહાણ તથા હાસ્યથી ભરપુર શેઠની સાહુકારી કોમિક ભજવવામાં આવશે. તેથી આસપાસના લોકોને આ નાટકનો લાભ લેવા બજરંગ યુવક મંડળ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..