મોરબી : મોરબી તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા સબ જેલ ખાતે કાનુની જાગૃતિ કાર્યક્રમ યોજી કેદીઓને લેન્ડ ગ્રેબિંગ કાયદા અંગે માહિતી આપવામાં આવી હતી. ગત તારીખ ૦૮/૧૧/૨૦૨૧ ના રોજ “૭૫મી આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત તાલુકા કાનુની સેવા સમિતિ મોરબીના ચેરમેન આર. કે. પંડયાના માર્ગદર્શન હેઠળ લિગલ પેનલ એડવોકેટ શબાનાબેન ખોખર તથા મોરબી સબ જેલના અધિક્ષક સાથે જેલ સ્ટાફ દ્વારા મોરબી સબ જેલ ખાતે “કાનુની જાગૃતિ કાર્યક્રમ”નું આયોજન કરી જેલમાં રહેલા બંદિવાનોને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ વિશે માહિતગાર કરવામાં આવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..