માળીયા (મી.)ના જાજાસર પ્રાથમિક શાળાના આચાર્યએ જન્મદિવસની અનોખી ઉજવણી કરી માળીયા (મી.) : દરેક પ્રસંગે એક સુંદર મજાનો દાખલો બેસાડનાર જાજાસર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા તેમની શાળામાં ભણતાં તમામ વિદ્યાર્થીઓને નોટબુક તેમજ બોલપેન આપી જન્મદિવસની સન્માન પાત્ર અને પ્રેરણારૂપી ઉજવણી કરી છે. માળીયા મિયાણા તાલુકાના જાજાસર શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રાએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી તમામ બાળકોને નોટબુક અને પેનની ભેટ આપી હતી. આ તકે શિક્ષકો હરદેવભાઇ કાનગડ, ભાવેશભાઈ બોરીચા, કેસુરભાઈ ચાવડા અને ચેતનભાઇ વોરાએ આચાર્ય ધીરુભાઈ મિયાત્રાનાઆ પ્રેરણાદાયી કાર્યને આવકારીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..