મોરબી : આજરોજ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 75મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો દ્વારા મોદીના જન્મદિવસની ઉજવણી કરી તેમને શુભેચ્છા પાઠવવામાં આવી છે.મોરબીની ગણેશ ધામ સોસાયટીના મહિલાઓ દ્વારા સફાઈ કર્મચારીનું સન્માન કરાયું આજે દેશના વડાપ્રધાન અને સ્વચ્છ ભારત અભિયાનના પ્રણેતા નરેન્દ્રભાઈ મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે મોરબી શહેર ભારતીય જનતા પાર્ટીના કોસાધ્યક્ષ હર્ષદભાઈ પ્રજાપતિ તેમજ ગણેશ ધામ સોસાયટીના મહિલાઓ દ્વારા સફાઈ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું. થાનગઢ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયોઆજે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે થાનગઢ ખાતે jito સંસ્થાના નેજા હેઠળ jitoના ચેરમેન હેમલભાઈ શાહની સાથે 'એક વૃક્ષ માતાને નામ' શીર્ષક હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 108 વૃક્ષ વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં થાનગઢના સામાજિક અને ઔદ્યોગિક અગ્રણીઓ નીતિનભાઈ શાહ, કિર્તીભાઈ મારુ, રાજેશભાઈની સાથે jitoના સભ્યો અશોકભાઈ અને ધ્રુવીત શાહનું જબરદસ્ત યોગદાન રહ્યું હતું. અને સાથે વધુને વધુ વૃક્ષારોપણ કરવું એવા સંકલ્પ સાથે લીધો હતો.મોરબી તાલુકા પંચાયત કચેરીની સફાઈ કરાઈ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિતે સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત મોરબી તાલુકા પંચાયત દ્વારા મોરબી તાલુકા પંચાયત કચેરીની સફાઈ કરી કરવામાં આવી હતી.