પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ખાતે હેલિપેડ બનાવવાની કામગીરી શરૂ મોરબી : મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામા સેંકડો માનવ જિંદગી હોમાઈ જતા રાજ્યના મુખ્યમંત્રી સહિતનો કાફલાએ ગઈકાલે રાત્રિથી જ મોરબીમાં મુકામ કર્યો છે ત્યારે કાલે 1લી તારીખે બપોર બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મોરબી આવી રહ્યા હોવાનું સીએમઓ ઓફીસ દ્વારા જાહેર કરાયું છે. મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ ગઈકાલે તા.30 ઓક્ટોબરની ગોઝારી સાંજે તૂટી પડતા અત્યાર સુધીમાં 132થી વધુ લોકોના અકાળે મૃત્યુ નિપજ્યા છે અને હજુ પણ મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા હોય આ કરુણ દુર્ઘટના મામલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ 1 નવેમ્બરે બપોર બાદ મોરબી આવી રહ્યા હોવાનું મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સતાવાર રીયે જાહેર કરાયુ છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મોરબી આવી રહ્યા હોય જિલ્લા પ્રશાસન દ્વારા તૈયારીઓ શરૂ કરાવવામાં આવી છે જે અન્વયે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશ આદ્રોજાએ મોરબીના પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ખાતે હાલમાં હેલિપેડ બનવવા કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.