મોરબી : મોરબી જિલ્લામાં આવેલ વનાળિયા ખાતે આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારે 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ સામેલ કર્યા છે. જે હેઠળ લાભાર્થીઓ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મેળવી શકે છે. આ આયોજન માટે લાયક લોકોએ આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવું પડે જે અંગે આ પ્રધાનમંત્રી આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા હેઠળ આવતા વિસ્તાર ના 70 થી વધુ ઉંમરના બાકી રહેલ લાભાર્થી દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. આ કામગીરી માટે મેડિકલ ઓફિસર ડૉ.સંજય જીવાણી તેમજ એમ.પી.એચ.એસ. કે. કે. કાલરીયા તેમજ એમ.પી.એચ. ડબલ્યુ, હિતેષભાઇ વાંક, અશ્વિનભાઈ ઝાલા, તેમજ આરોગ્ય સ્ટાફ જાગૃતિબેન, હીનાબેન અને ગામના લોકો દ્વારા લોકોને વધુમાં વધુ લાભ મળે તે માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.