મોરબી : ઓનલાઇન આંતરીક બદલી કેમ્પ બાદની બાકી રહેલ જગ્યા ઉપર મોરબી જિલ્લામાં જિલ્લાફેર બદલીથી આવવા માંગતા પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પનું આગામી તારીખ-૧૫ને શુક્રવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકથી શ્રી બુનિયાદી કન્યા શાળા,વી.સી.ફાટક પાસે,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષણનિયામકની સૂચના મુજબના ૧૭૩ જેટલા બદલી વાંચ્છુક શિક્ષકોને હાજર રહેવા માટે સંબંધિત તમામ જિલ્લાપ્રાથમિકશિક્ષણાધિકારીને ઈમેલથી યાદી મોકલવામાં આવી છે.તે મુજબના તમામ કર્મચારીઓને સમયસર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે પ્રાથમિક વિભાગ માટે કુલ-૧૧૫ અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ માટે કુલ -૩૭ તેમજ ખાસ કેટેગરી માટે કુલ -૨૧ કર્મચારીને સ્થળ પસંદગી અર્થે ઉપસ્થિત રહેશે.જાહેર પ્રસિધ્ધ કરેલી યાદી બાબતે કોઈ કર્મચારીને પ્રશ્ન કે ફરીયાદ હોયતો કેમ્પ માં આધાર-પુરાવા સાથે રૂબરૂમાં રજૂઆત કરવા જણાવાયું છે તેમ મયુર.એસ.પારેખ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબીની એક યાદીમાં જણાવેલ છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en