મોરબી : થોરાળા ગામના વતની હાલ રાજકોટ રહેવાસી ધર્મેન્દ્રભાઈ જયંતીલાલ અંબાણીએ લખેલ થીસીસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ માન્ય રાખીને તેઓને પી.એચ.ડી.ની પદવી અર્પણ કરેલ છે. તેઓએ ડો. કિશોર આટકોટીયા ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ ' નોબલ એપ્રોચ ઈન બિગ ડેટા ફોર ફ્રિકવન્ટ આઈટમ સેટ માઇનિંગ' વિષય પર શોધ નિબંધ ને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માન્યતા આપીને પી.એચ.ડી. ની પદવી આપી છે. ધર્મેન્દ્ર અંબાણી પાસે Ph.D ઉપરાંત M.Phil, MCA, BCA ની શૈક્ષણિક ડિગ્રી ધરાવે છે. હાલ તેવો હરિવંદના કોલેજ - કમ્પ્યુટર સાયન્સ ડીપાર્ટમેન્ટ માં અધ્યાપક તરીકે સેવા આપે છે. ધર્મેન્દ્ર અંબાણી પી. એચ. ડી ની ડિગ્રી મેળવીને પટેલ સમાજ, થોરાળા ગામનું અને સમગ્ર મોરબી તાલુકાનું ગૌરવ વધારેલ છે.