મોરબી : સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે અમલમાં મુકાયેલી 'યોજનાપંચકમ્' અંતર્ગત મોરબીનું નામ રાજ્યકક્ષાએ રોશન થયું છે. મોરબી તાલુકાની લીલાપર પ્રાથમિક શાળાના શિક્ષિકા વીણાબેન મેહુલભાઇ દલસાણિયા (દેસાઈ) એ આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સફળતા મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.શું છે આ યોજના?રાજ્યમાં ગીતા અને સુભાષિતોના જ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે 'યોજનાપંચકમ્' કાર્યરત છે. આ યોજના હેઠળ જે વ્યક્તિ 100 જેટલા સંસ્કૃત સુભાષિતો કંઠસ્થ કરી તેનું જ્ઞાન પ્રદર્શિત કરે તેને 'શત સુભાષિત પંડિત' (शतसुभाषितपंडित:) ની પદવી એનાયત કરવામાં આવે છે. આ વર્ષે સમગ્ર રાજ્યમાંથી 100 પ્રતિભાશાળી વ્યક્તિઓની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.શિક્ષણમંત્રીના હસ્તે સન્માનગાંધીનગર સ્થિત લોકભવન ખાતે આયોજિત ભવ્ય રાજ્યકક્ષાના સમારોહમાં શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે વીણાબેન દલસાણિયાને 'શત સુભાષિત પંડિત' જેવી પ્રતિષ્ઠિત ઉપાધિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક શિક્ષિકા તરીકે ફરજ બજાવતા વીણાબેનની આ સિદ્ધિ બદલ શિક્ષણ જગત અને મોરબી પંથકમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.#Morbi #EducationNews #SanskritBoard #ProudMoment #MorbiUpdate #GujaratGovernment #TeacherAchievement #SanskritLanguage